વડોદરામાં લકઝુરીયસ કારમાં રહસ્યમય રીતે લાગી આગ, અંદર ફસાયેલા અબજોપતિ બિલ્ડરે 5 મિનિટ સુધી પાડી બૂમો પણ........
પોલીસે કારમાંથી મૃતદેહના અવશેષો કબજે કર્યા હતાં. કારમાંથી બિલ્ડરની કાંડા ઘડિયાળ મળી આવી હતી. આ કાંડા ઘડિયાળ મીહિર પંચાલ જ પહેરતા હોવાનું સ્વજનોએ કહેતા તેના આધારે ઓળખ કરવામાં આવી હતી. તાલુકા પીએસઆઇ બી.ડી. જાડેજાએ કહ્યું હતું કે, FSLની ટીમને બોલાવી છે, DNAના પણ નમૂના લેવડાવીશું. કાંડા ઘડિયાળના કારણે તેની ઓળખ થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાઃ અંકોડિયા એન્ટીકા ગ્રીનની પાછળના ભાગે મંગળવારે બપોરે બિલ્ડરની વૈભવી એન્ડેવર કારમાં રહસ્યમય રીતે આગ લાગી હતી. અગનજ્વાળામાં લપેટાયેલા બિલ્ડરે બચાવ માટે કારમાંથી અંદાજે 5 મિનિટ સુધી હોર્ન માર્યા હતાં. અવાજ સાંભળી નજીકના બંગલાના રહીશે બહાર નીકળીને સળગતી કાર જોઇને સરપંચને જાણ કરતા તેઓ દોડી આવી પાણીની વ્યવસ્થા કરવા દોડધામ કરી હતી. જોકે, મદદ મળે તે પહેલા જ બિલ્ડર કારમાં ભડથું થઇ ગયો હતો. માત્ર ખોપરી સિવાયનું આખુ શરીર ભસ્મીભૂત થઇ ગયું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ શોટસર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું જિલ્લા પોલીસ વડા દુગ્ગલે જણાવ્યું છે.
કારમાં આગ લાગી હોવાની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ ઘટના શહેરના હદ વિસ્તારની બહાર હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને સ્થળ પર પહોંચવાની ઉચ્ચ અધિકારીએ મંજૂરી આપી ન હતી. થોડા સમય બાદ આ અધિકારીને ભૂલ સમજાતા ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર જવાની મંજૂરી આપી હતી. વડીવાડી ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યાં હતા પરંતુ તેઓ સમયસર ન પહોંચતા સ્થાનિકો વિફર્યાં હતા. વૈભવી એન્ડેવર કાર આગમાં લપેટાઇ હાડપિંજર થઇ ગઇ હતી. આગમાં બિલ્ડર મીહિર પંચાલ પણ ભડથું થઇ જતાં માત્ર માથાનો ભાગના જ દેખાતો હતો. પોલીસની હાજરીમાં સ્વજનોઅે કારનો દરવાજો તોડી મૃતદેહના અવશેષો ભેગા કર્યા હતાં. પ્લાસ્ટિકની કોથળીમાં એકઠા કરેલા અવશેષો સફેદ કપડાંના પોટલામાં ભેગા કરી બાજવા આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા હતાં.
કારમાંથી ધુમાડા નિકળતા હતા ત્યારે એક મહિલા પોતાની કાર લઇને ત્યાંથી પસાર થઇ રહીં હતી. આ સમયે કારમાં કોઇ હશે તેવો તેમને અંદાજો પણ ન હતો. એક તબક્કે મહિલાને એવુ પણ લાગ્યું કે કોઇએ ઇન્સ્યોરન્સ પકવવા કાર સળગાવી દીધી હશે. જેથી તેઓ અનદેખી કરી ત્યાંથી નિકળી ગયા હતા. આ ઉપરાંત અન્ય બે-ત્રણ જણ પણ એ જ રીતે ત્યાંથી નીકળી ગયા હતાં. થોડા સમય પછી જાણ થઇ કે કાર તેમના જાણીતાની જ હતી, અને તેઓ કારમાં જ હતા. કારમાં આગ લાગી હોવાનું જણાતા સ્થાનિક લોકો સોસાયટીની પાછળના ભાગે કાર કરતા લોકો પાણીની પાઇપ લઇને દોડ્યા હતાં. જોકે, કાર એટલી બધી દૂર હતી કે પાઇપ ત્યાં સુધી પહોંચી શકે તેમ ન હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ લોકોએ આ પાઇપ સાથે અન્ય પાઇપોના ટૂકડાના સાંધા મારી કાર સુધી લંબાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -