પરપ્રાંતીયોને લઈને વડોદરાના યુવાને ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂક્યા પછી શું થયું, જાણો વિગત
આ પ્રકારની ફેસબુક પોસ્ટથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો હોવાથી તેમજ લોકોમાં એક-બીજા પ્રત્યે દ્રેશભાવ, દુશ્મનાવટ તેમજ તિરસ્કારની લાગણીઓ ઉત્પન્ન થતી હોવાથી શહેર ક્રાઈમ બ્રાંચે આ અંગે તપાસ હાથ ધરી વિનુભાઈ ગોહીલની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા જીલ્લાના ઢુંઢર ગામે એક કિશોરી પર પ્રરપ્રાંતીય યુવક દ્વારા બળાત્કાર કરવાનો કિસ્સો બહાર આવ્યા બાદ હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં પ્રરપ્રાંતીય લોકો સામેનો રોષ ભભૂંકી ઉઠ્યો છે.
પાદરના યુવા શકિત સેવા સમિતીના પ્રમુખ વિનુભાઇ ગોહીલે 7 ઓક્ટોબરે સાંજે ફેસબુક પર ‘ભૈયા ભગાવો ગુજરાત બચાવો’, ‘ભૈયા ભગાવો રોજગાર બચાવો’, ‘પરપ્રાંતીથી આઝદ કરો ગુજરાત’, ‘પરપ્રાંતી ગુજરાત છોડો’ સહિતના શબ્દો ધરાવતી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.
વડોદરાઃ પરપ્રાંતીયોને માર મારવાની ઘટનાઓ હાલ સમગ્ર ગુજરાતમાં વધી રહી છે ત્યારે લોકો વચ્ચે દુશ્મનાવટ, દ્રેશભાવ, તિરસ્કારની લાગણીઓ ઉદભવે તેવી ફેસબુક પોસ્ટ વાયરલ કરનાર પાદરાના યુવા શક્તિ સેવા સમિતીના પ્રમુખ વિનુભાઇ ગોહીલની વડોદરા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -