વડોદરાના લંપટ શિક્ષકે પોલીસને કહ્યું, મેં વિદ્યાર્થિનીની સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા
બે દિવસ પહેલા તેની ધરપકડ થતાં જ હું નિર્દોષ છું અને મારો કોઈ વાંક નથી તેવું રટણ કરતાં વિનુ કાતરીયાએ પોલીસને નફ્ફટાઈપુર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની પર બળાત્કાર કરવા માટે મેં બળજબરી નથી કરી પરંતું વિદ્યાર્થિનીની સહમતિથી મેં શારીરિક સંબંધ બાંધ્યા હતાં. પોલીસ પણ બળાત્કારી શિક્ષકની નફ્ફટાઈ જોઈ અચંબામાં પડી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્રે તેના સ્પમના સેમ્પલ નહીં મેળવી શકાતા માંજલપુર પોલીસ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં જરૂરીયાત મુજબના ટેસ્ટ લેવામાં આવ્યા છે, તેમ આ બનાવની તપાસ કરતાં એસીપી ભારતી પંડ્યાએ જણાવ્યું હતું.
આ ટ્યુશનમાં આવતી કલાલી વિસ્તારની ધોરણ 12 સાયન્સની 16 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાના ગુનામાં માંજલપુર પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ રવિવારે તેને મેડિકલ ચેક અપ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી પરંતું તેનો સીમેન ટેસ્ટ નિષ્ફળ રહ્યો હતો.
વડોદરા શહેરના કલાલી વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં રહેતો વિનુ માંડણભાઈ કાતરીયા એલેમ્બિક વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગ્રાન્ટેડ સ્કુલમાં ફરજ બજાવતો હોવા છતાં તે અટલાદરાના જય ટ્યુશન ક્લાસીસમાં ગેરકાયદે ટ્યુશન આપતો હતો.
વડોદરા: ટ્યુશન ક્લાસમાં આવતી ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાના ગુનામાં ધરપકડ કરાયેલા એલેમ્બિક વિદ્યાલયના શિક્ષક વિનુ કાતરીયાનો આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી પોતે નિર્દોષ હોવાનું રટણ કરતાં શિક્ષક વિનુએ નફફ્ટાઈપૂર્વક પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, શારીરિક સંબંધ બાંધવામાં વિદ્યાર્થિનીની પણ સહમતિ હતી અને તેની મેં કોઈ બળજબરી કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -