ફ્રાન્સમાં આતંકી હુમલોઃ વડોદરાના અર્જુનભાઈ ફ્રાન્સમાં હોવાથી પરિવાર ચિંતિત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના અર્જુન પટેલ વરસોથી ફ્રાન્સમાં રહે છે, જેમના પત્ની અને બાળકો અત્યારે વડોદરા આવ્યા હોય, તેઓએ આ સમાચાર સાંભળતા જ તેઓ ચિંતિત બન્યા હતા, પરંતુ અર્જુન ભાઈ પેરિસમાં હતા. જ્યાં તેઓ સેફ હોવાથી વડોદરામાં તેમના પત્ની ચંપાબેન તથા તેમની દીકરી રોમાએ રાહતનો દમ લીધો હતો.
જોકે પરિવારનું કહેવું છે કે, આતંકીઓએ આ રીતે નિર્દોષ લોકોની હત્યા ન કરવી જોઈએ. તેમની તકલીફ વિશે સરકાર સાથે વાત કરવી જોઈએ. સાથે કહ્યું કે, દરેક દેશના નેતાઓએ ફ્રાન્સનો સાથ આપી આતંકવાદને ખતમ કરવો જોઈએ. હાલમાં મુકેશભાઈ પટેલ ફ્રાન્સમાં સહીસલામત છે. જેથી પરિવાર ને રાહત મળી છે.
વડોદરાઃ ફ્રાન્સના નીસ શહેરમાં થયેલી આતંકી ઘટના બાદ વડોદરાનો પરિવાર ફ્રાન્સમાં રહેતા પરિવારથી ચિંતિત બન્યો હતો. જોકે, પોતાનો પરિવાર ફ્રાન્સમાં સહીસલામત હોવાની જાણ થતાં રાહતનો દમ લીધો હતો.ગઈ કાલે ફ્રાન્સના નીસ સિટીમાં ચાલી રહેલા નેશનલ ડે સમારોહ દરમિયાન આતંકવાદી ટ્રક ચાલકે બેફામ બની લોકોને કચડી નાખ્યા હતા, જેથી 8 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જોકે, પોલીસે ટ્રક ચાલકને ઠાર માર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -