✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરાઃ બે યુવકોને એક જ યુવતી સાથે હતા સંબંધ, શું આવ્યો અંજામ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Oct 2018 02:28 PM (IST)
1

આ બનાવને પગલે વિસ્તારમાં રહેતા રહીશો મોટી સંખ્યામાં એકત્રતા થતા યુવકને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કરતા પરિવારજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો.

2

રવિવાર બપોરે 2 વાગ્યાના અરસામાં રવિ પોતાના ઘરે જમી પરવારીને ઊભો થયો હતો. ત્યાં કૃણાલે તેને ફોન કરી ચા પીવા માટે બોલાવ્યો હતો. રવિ ઘરની બહાર નિકળ્યો હતો ત્યાં કૃણાલ, કૌશિક સહીત અન્ય પાંચ હત્યારાઓએ રવિ પર તલવાર અને ખંજર વડે હુમલો કરતા તેને બુમા બૂમ કરી હતી. જેથી તેની બહેન ધર્મિષ્ઠા ઘરની બહાર આવતા હત્યારાઓ લોહીમાં લથપથ રવિને ખુલ્લી ગટરમાં ફેંકી ફરાર થઈ ગયા હતા.

3

જેના કારણે તેઓ અવાર-નવાર રવિને તે ‘બુલેટ કેમ ખરીદ્યુ’ તેમ કહીં મારવાની ધમકી આપતા હતા. અવાર-નવાર રવિને આ પ્રકારની ધમકીઓ મળતા તેને પરિવારજનોને પણ આ અંગે વાત કરી હતી. જેથી રવિ અને તેના મહોલ્લામાં રહેતા કૃણાલ સહીત અન્ય યુવકો સાથે તેને ટુંક સમય પહેલા ઝઘડો પણ થયો હતો.

4

વડોદરાના મંજલેશ્વર ઝાંપા હરીજન વાસમાં રહેતા રવિ પ્રદિપભાઇ સોલંકીના પિતા પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. રવિએ છ મહિના પહેલા એક લાલ રંગનુ બુલેટ ખરીદ્યું હતું જે તેના મોતનું કારણ બન્યું હતું. રવિએ બુલેટ ખરીદતા તેના જ મહોલ્લામાં રહેતા કૃણાલ સોલંકી, કૌશિક સોલંકી અન્ય પાંચથી સાત યુવકોને આ વાત કણાની જેમ આંખમાં ખટકતી હતી.

5

વડોદરા: વડોદરાના મંગેલેશ્વર ઝાંપા વિસ્તારમાં રહેતા યુવાનને ચા પીવાના બહાને બોલાવીને ચારથી પાંચ જણાએ તલવારના ઘા ઝીંકી હત્યા કરીને તેને ગટરમાં ફેંકી દીધો હતો. યુવાને છ માસ પહેલા નવું બુલેટ ખરીદ્યુ હોવાથી તેની ઈર્ષામાં તેનાજ ફળીયામાં રહેતા ચારથી પાંચ લોકોએ હત્યા કરી હોવાનું પરિવારે આરોપ લગાવ્યો હતો. બીજી તરફ મોડી સાંજે પોલીસ તપાસમાં પ્રણય ત્રિકોણમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું હતુ. આ મામલે પોલીસે એકની ધરપકડ કરી હતી.

  • હોમ
  • વડોદરા
  • વડોદરાઃ બે યુવકોને એક જ યુવતી સાથે હતા સંબંધ, શું આવ્યો અંજામ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.