વડોદરાઃ યુવકને યુવતી સાથે બંધાયા પ્રેમસંબંધ, પછી શું આવ્યો કરુણ અંજામ?
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાના કિશનનગરમાં રહેતા દિલીપ વણઝારા (ઉં.વ.28) અને શ્રીનગર સોસાયટીમાં રહેતી પૂનમ ઠાકર વચ્ચે પ્રેમસંબંધ હતા. ત્રણ મહિના પહેલા બે દિવસ બંને ભાગી ગયા હતા. જોકે, આ પછી દિલીપ પૂનમને તેના ઘરે મૂકી આવ્યો હતો.
પૂનમના બે ભાઇઓ નરેશ મહેન્દ્રભાઇ ઠાકરે અને પ્રવિણ મહેન્દ્રભાઇ ઠાકરેએ ગઇ કાલે ગણેશ વિસર્જનમાં આવેલા પ્રવીણનું અપહરણ કર્યું હતું. બહેનના પ્રેમી દિલીપ વણઝારાને બાઇક પર અપહરણ કરીને નેશનલ હાઇવે- 8 ઉપર લોટસ હોટલ પાસે લઇ ગયા હતા. અહીં દિલીપને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી લાશને રોડની બાજુના નાળામાં ફેંકી દીધી હતી.
વડોદરાઃ શહેરના દંતેશ્વર વિસ્તારમાં પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ગણેશ વિસર્જનમાં ગયેલા યુવકનું અપહરણ કર્યા પછી યુવતીના બે ભાઈઓએ તેની હત્યા કરી નાંખી હતી. હાલ આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.