Rathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો
Continues below advertisement
રથયાત્રાને લઈ અમદાવાદના રસ્તા પર માનવ મહેરામણ ઉમટ્યું છે. ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્ય અનુભવે છે. અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઇ છે. જેમાં T20 વર્લ્ડ કપની જીતની ઝલક પણ જોવા મળી ને રામ મંદિરનો ટેબલો પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો.અમદાવાદમાં રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળશે. રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોવા મળ્યા. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાયા. 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં હાજર રહ્યા.હરિદ્વાર, અયોધ્યા, નાસિકથી પણ સંતો આવ્યા છે. ઉજ્જૈન, જગન્નાથ પુરીથી સાધુ સંતો આવ્યા છે. ટ્રકના ટેબ્લોમાં T20 વર્લ્ડ કપની જીતની ઝલક પણ જોવા મળી ને રામ મંદિરનો ટેબલો પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો.
Continues below advertisement