ભગવાન શિવને કેમ છે બિલ્વપત્ર પ્રિય, તેને અર્પણ કરવાથી શું લાભ થાય છે, જાણો

Continues below advertisement

ભગવાન શિવ આમ તો માત્ર જળાભિષેકથી પણ પ્રસન્ન થઇ જાય છે પરંતુ બિલ્વપત્ર ચઢાવવાનું પણ વિધાન છે કારણ કે બિલ્વપત્ર શિવને પ્રિય છે. ભગવાન શિવને શા માટે બિલ્વપત્ર પ્રિય છે. જાણીએ. એક સમયે નારદજીએ પૂછ્યું કે, આપને પ્રસન્ન કરવાનો સરળ રસ્તો ક્યો છે. આ સમયે શિવજીએ જવાબ આપ્યો કે, બિલ્વપત્ર મને પ્રિય છે. જે પણ ભક્ત અખંડ ભાવથી મને બિલ્વપત્ર ચઢાવે છે. તેમની બધી જ ઇચ્છા પરિપૂર્ણ થાય છે. હવે સમજીએ બિલ્વપત્ર કેમ શિવજીને પ્રિય છે. ઉલ્લેખનિય છે કે, સ્વયં મહાલક્ષ્મીએ શૈલ પર્વત પર બિલ્વ વૃક્ષનું રૂપ ધારણ કર્યું હતું.  સતયુગ તે જ્યોતિરૂપે રામેશ્વર લિંગમાં સ્થાપિત હતા. આ સમયે દેવી દેવતા મહાદેવના રામેશ્વર સ્વરૂપનું પૂજન અર્ચન કરતાં,. મારી જ કૃપાથી વાગ્દેવી ભગવાન વિષ્ણુની પ્રિય થઇ ગઇ. જેના કારણે લક્ષ્મીજી નારાજ થઇને શૈલ પર્વત પર જતાં રહ્યાં અને અહીં બિલ્વવૃક્ષનું રૂપ ધારણ કર્યું.શૈલ પર્વત પર તેમને વિષ્ણુના હૃદયમાં સ્થાન મેળવવા માટે બિલ્વપત્રથી શિવની સાધના કરી. શિવજી પ્રસન્ન થયા અને લક્ષ્મીજીને સદૈવ શ્રીહરિ સાથે નિવાસ કરવાનું વરદાન આપ્યું. આ ઘટના બાદથી ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરાય છે. ભાવથી જો અખંડ બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે તો ભાવિકની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram