ધનતેરસના દિવસે કેમ ખરીદાય છે સોના-ચાંદી, કેમ થાય છે યમદેવની પૂજા?

Continues below advertisement

આસો વદ તેરસનાં દિવસે ધનતેરસનો તહેવાર ઉજવાય છે. આ વખતે બીજી નવેમ્બર મંગળવારે ધનતેરસ આવે છે.ધનતેરસે ધનવંતરિની પૂજા થાય છે. એવું મનાય છે કે આ દિવસે ભગવાન ધનવંતરિનો જન્મ થયો હતો. માટે આ દિવસની પૂજાનું મહત્વ છે આને ધનવંતરિ જયંતિ અને ધન ત્રયોદશીનાં નામે પણ ઓળખાય છે. ધનતેરસે વાસણ, ઝાડૂ, ચાંદી- સોનુ ખરીદવાની પરંપરા છે.

પૌરાણિક કથા મુજબ લક્ષ્મીજીની માફક ભગવાન ધનવંતરિ પણ સમુદ્ર મંથન દરમિયાન ઉત્પન્ન થયા હતા. ભગવાન ધનવંતરિનાં હાથમાં કળશ હતો. માટે આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. ધનવંતરી દેવોનાં વૈદ્ય છે. જેથી આ દિવસને આયુર્વેદ દિવસ પણ કહેવાય છે. ધનતેરસથી ઘરમાં દિવો કરવાની શરૂઆત થાય છે. આ દિવસે દક્ષિણ દિશામાં દિવો કરવો શુભ મનાય છે. કહેવાય છે કે એક વખત યમરાજાએ દૂતને પ્રશ્ન કર્યો હતો કે અકાળમૃત્યુથી બચવાનો ઉપાય શું છે. તો તેમણે જણાવ્યુ કે ધનતેરસે જે વ્યક્તિ દક્ષિણ દિશામાં દિવો કરે છે. તેને જીવનભર અકાળે મૃત્યુનો ભય રહેતો નથી. આ દિશાને યમની દિશા માનવામાં આવે છે. માટે આ દિવસે યમ પૂજા પણ કરાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram