બાઇક નથી આપી રહી વધુ માઇલેજ, આ ટિપ્સ અપનાવીને વધારો ટૂ વ્હિલરની એવરેજ
દેશમાં બાઇક ચલાવનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દર વર્ષે લોકો બાઇક મોટા પ્રમાણમાં ખરીદે છે, જે લોકો દરરોજ પોતાના ઘરેથી ઓફિસે બાઇક લઇને જાય છે. તે લોકો હંમેશા એવી બાઇક પસંદ કરે છે જે વધુ માઇલેજ આપે. આજકાલ પેટ્રૉલની કિંમતો આસામને પહોંચી છે, આવામાં વધુ એવરેજ-માઇલેજ વાળી બાઇક જ ખર્ચ ઘટાડવાનો બેસ્ટ ઓપ્શન બની શકે છે. પરંતુ ખરેખરમાં માઇલેજ કોઇ એક વસ્તુ પર નિર્ભર નથી તે અનેક વસ્તુઓ પર નિર્ભર કરે છે. તમે બાઇકને કઇ રીતે ચલાવો છો તે પણ માઇલેજને પ્રભાવિત કરે છે. જો તમારી બાઇક સારી માઇલેજ નથી આપી રહી તો આજે અમને કેટલીક ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જે તમારી બાઇકની માઇલેજ વધારવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.