આ બે સાધ્વીઓ વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની હતી ખાસ, જુઓ વીડિયો
વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાય પર સગીરા પર દુષ્કર્મ કેસમાં ગોત્રી પોલીસે પાખંડી પ્રશાંત ઉપાધ્યાય અને તેની સાધ્વી દિશા જ્હોનની ધરપકડ કરી હતી. પોલીસે દિશા જ્હોનની પૂછપરછમાં આરોપી પાખંડી પ્રશાંતની પાપલીલાનો પર્દાફાશ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દિશા જ્હોન પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ખાસ હતી.. પ્રશાંતની તમામ પાપલીલાના વ્યવહારો દિશા જ્હોન જ સાચવતી હતી.. દિશા જ્હોન પાખંડી પ્રશાંત માટે લોકોને એકત્ર કરી ધર્મના નામે,લોભ લાલચ આપીને અને શોષણ કરવાના પાખંડી પ્રશાંતના તમામ પાપલીલામાં દિશા સરખી ભાગીદાર છે. દિશાની મંજૂરી વગર કોઈપણ અન્ય સાધિકા પ્રશાંતની નજીક જઈ શકતી નહોતી.. ધરપકડ પહેલા દિશાએ પોતાના મોબાઈલનો તમામ ડેટા ડિલિટ કરી દીધો હતો. જ્યારે અન્ય સાધિકા દિક્ષા અને ઉન્નતી જોષીની પોલીસ શોધખોળ કરી રહી છે. દિક્ષા અને ઉન્નતી જોષી દેશમાં ન હોવાની વિગત મળી છે.. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.. દિક્ષા અને ઉન્નતી જોષી પણ પાખંડી પ્રશાંતની નજીકની સાધ્વી ગણાતી. વાર તહેવાર અને પ્રસંગોમાં દિક્ષા અને ઉન્નતી જોષી લોકોને તૈયાર કરી. સાધન સામગ્રી એકત્ર કરતી અને લોકોને ભ્રમિત કરવાની કામગીરી કરતી હતી.