Rajkot Crime : રાજકોટમાં દિવાળીએ ફટાકડા ફોડવાની બબાલમાં યુવકની હત્યાથી ખળભળાટ
Rajkot Crime : રાજકોટમાં દિવાળીએ ફટાકડા ફોડવાની બબાલમાં યુવકની હત્યાથી ખળભળાટ
રાજકોટમાં દિવાળીનો તહેવાર લોહિયાળ બન્યો. સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારીનો બનાવ હત્યામાં પલટાયો. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે મારામારીમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કાર્તિક નામના યુવકનું મોત થયું છે. પ્રકાશ સરવૈયા અને કેતન વોરા નામના યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી બંને યુવકોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
દિવાળી પર્વે રાજકોટમાં આખુંની ખેલ ખેલાયો જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને બે યુવકો ઈજાગ્રસ્ત છે. કોઈક બાબતે મારામારી થઈ અને આ મારામારી એટલી ઉગ્ર થઈ ગઈ કે એક વ્યક્તિનો જીવ જતો રહ્યો. માત્ર ફટાકડા ફોડવા જેવી સાવ સામાન્ય બાબતે બે જૂથ સામ સામે આવી ગયા. એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મારામારીમાં ઘાયલ થયેલા યુવકે કહ્યું હતું કે, મારે ખાવા પેલા હું જમવા માટે બહાર જાવાનું હતું. તો મેં મારા ભાઈબંધને કોલ કર્યો કે આપણે જાવું છે ને જમવા? તો એ કે પેલા ફ્લેટમાં આવ. આપણે પહેલા ફટાકડા ફોડી લઈએ પછી આપણે જાય કે રેસ્ટોરન્ટમાં જમવા. . એટલે હું ન્યાથી વા ગયો. ફ્લેટમાં અમે ફટાકડા ફોડતા હતા ત્યારે તો એમાં એવું હતું બાજુવાળા એપાર્ટમેન્ટમાંથી બોલ્યા કે તમે આમ ચોકમાં વયા જાવ અમને ડિસ્ટર્બ થાય છે. અમે આગળના ચોકમાં હોય ત્યાં 22 રેસ્ટોરન્ટ નામના એક માણસ છે ત્યાં એ લોકો ફોડતા હશે ફટાકડા. બરોબર. એમાં અમે અમારું ગ્રુપ ન્યા ફોડવા ગયા હતા તો એમાં એવું હતું કે અમારા ગ્રુપ સર્કલમાં એને ઓળખીતા હતા ને અમારા ગ્રુપ સર્કલ એને ઓળખીતા હતા. તો એમાં એવું થયું એક વખત ફટાકડો નાખ્યો ને મારા ઉપર તો અમે એને કીધું કે ભાઈ રહેવા દયો આ વસ્તુ ખોટી. ઉપરા ઉપરી બીજી વાર નાખ્યો. ત્રીજી વાર નાખ્યો. ત્રીજી વાર નાખ્યોને તો મારા ભાઈ બોલ્યો કે ભાઈ તમે ફટાકડા ઉપરા ઉપરી નો નાખો. તો એમાં એ એમાં બાધવા માંડયા. અંદરો અંદર. બરોબર. બધાઈ ગયું બધું બતી ગયું. બરોબર. પછી ત્યાંથી છૂટા પડી ગયા. આ પછી 10 મિનિટ બાદ પાછા ગાડી લઈને આવીને પાછા છરી મારી દીધી બધાને.