Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા

વડોદરાના સમા વિસ્તારમાં પતિએ કેબલ વાયરથી પત્નીના ગળે ટૂંપો દઈ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આડા સંબંધની શંકાએ ત્રણ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. હત્યા બાદ પત્ની પૂર્ણિમાનું મંગળસૂત્ર બુટ્ટી અને વીટી કાઢી ફરાર થયેલા પતિની પોલીસે કરી ધરપકડ. ડ્રાઇવિંગ કરતો પતિ મંજિતસિંહ ધીલ્લો પત્નીના ઘરે જ ઘર જમાઈ બનીને રહેતો હતો. સમા પોલીસે ફરાર મંજિતસિંહ ની ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. આરોપી પાસે થી સોનાનું મંગળસૂત્ર, બુટ્ટીઓ અને વિટી રિકવર કરી હતી. સમગ્ર ઘટનાને પગલે પતિ પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. તેમજ આરોપીને કડક સજા થાય તેવું પણ લોકો ઇચ્છી રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola