Dahod Crime : દાહોદમાં સંબંધો શર્મશાર, ખૂદ પિતાએ સગીર દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ

 દાહોદમાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી. પિતા અને ગામનો એક સગીર જણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો. બાળકીની તબિયત લથડતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું. બનાવ અંગે લીમડી પોલીસને જાણ કરાતા લીમડી પોલીસે વધુ તપાસ શરૂ કરી. હાલ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી અને આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે. સુરતના ગોડાદરામાં 16 વર્ષના કિશોરે 13 વર્ષની સગરાને ગર્ભવતી બનાવી હોવાનો આરોપ લાગ્યો. આરોપ છે કે સોશિયલ મીડિયાથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જન્મદિન ઉજવવા ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું. કિશોરે છ વખત દુષ્કર્મા આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ તો 20 દિવસનો ગર્ભ રહી જતા 16 વર્ષના કિશોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola