Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?

ચાણસ્મા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ભુવાના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા.  ચાણસ્મા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મહેસાણાના ઉપરજી ગામના નરાધમ ભુવા ભગા ચૌધરીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભુવાના રિમાન્ડ મેળવી પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદ પછી પોલીસ પકડથી બચવા તેના ભત્રીજાના ઘરે ભાગી ગયાની કબૂલાત કરી. જેથી પોલીસે ભુવાને મદદગારી કરનારા અને મહેસાણામાં રહેતા ગૌરવ ચૌધરીને પણ મોડી સાંજે ઉઠાવી લીધો. 

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે ભત્રીજાએ ઢોંગી ભુવાને મોબાઈલ ડેટા ડિલિટ કરવામાં મદદગારી કરી હતી. તો પોલીસે દુષ્કર્મ આચરવા માટે જે કારનો ઉપયોગ થયો હતો તે કારને પણ જપ્ત કરી કારના માલિકને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. પાટણ જિલ્લામાં ચારેક દિવસ પહેલા એક દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઢોંગી ભુવા દ્વારા એક સગીરાને બ્લેકમેલ કરીને તેના સાથે દુષ્કર્મ આચાર્યું હતું. તેમાં જે વપરાયેલી ગાડી છે, તે ગાડી હાલ પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola