
Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ
Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ
ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આરોપીને હસ્તગત કરી લાવવામા આવી રહ્યો હતો તે સમયે આરોપીએ જ્વલન પ્રદાર્થ પી આપઘાત મામલે ગીર સોમનાથ પોલીસની પ્રતિક્રિયા સામે આવી. સમગ્ર મામલે પોલીસે શું કહ્યું આવો જાણીએ.
ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગત 22મી ના રોજ વેરાવળના ડારી ગામના અમાર જિકાણી નામના વ્યક્તિ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી..જેમાં યુવતીના જણાવ્યા મુજબ આરોપીએ પોતાનું નામ અમાર જીકાણીનાં બદલે ધવલ પરમાર આપી યુવતી સાથે સંપર્કમાં આવ્યો અને લગ્નની લાલચ આપી સબંધ કેળવ્યો હતો. તેમના પર અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાઇ હતી.
ગીર સોમનાથ પોલીસના જણાવ્યા મુજબ આરોપી અમાર જીકાણીને ગીર સોમનાથ એલસીબી અમદાવાદથી હસ્તગત કરી લાવી રહી હતી તે સમયે જૂનાગઢમાં કેશોદ પાસે સોમનાથ નામની હોટેલમા વોશ રૂમ માટે તેને લઈ જવાયો હતો. જ્યાં વોશરૂમમાં જ્વલન પ્રદાર્થ હતો, જે આરોપી ગટગટાવવા જતા પોલીસકર્મીએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો જેના કારણે પોલીસકર્મી પણ દાઝ્યો હતો. જો કે અમારા જીકાંણીને હોટેલનાં વોશરૂમથી લઈ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે તેનું મોત થયાનું સામે આવ્યું છે. બીજી તરફ મૃતક અમારા જીકાણીનાં પત્નીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતી સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગીર સોમનાથ પોલીસના જણાવ્યા મુજબ મૃતક અમારા જીકાણી સામે ભૂતકાળ મા કુલ 11 ફરિયાદ નોંધાયેલી છે, જેમાં 8 જૂનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જ્યારે 5 ગીર સોમનાથના પોલીસ સ્ટેશનમાં. જોકે હાલ અમારા જીકાણી સુસાઈડ કરી લેતા કેશોદ પોલીસ તપાસ હાથ ધરી છે.