Anand Crime : આણંદમાં બાળકને ઝેરી દવા આપી હત્યાનો પ્રયાસ, કારણ જાણી ચોંકી જશો

Anand Crime : આણંદમાં બાળકને ઝેરી દવા આપી હત્યાનો પ્રયાસ, કારણ જાણી ચોંકી જશો

તારાપુરના જીચકા ગામમાં સાત વર્ષના માસૂમ બાળકની હત્યાનો પ્રયાસ. પાડોશીએ ઝઘડાની અદાવત રાખી માસૂમ બાળકને ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો . માસૂમ બાળકને ત્વરિત સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડાયો . પાડોશીના ઘરમાંથી સોનાની બંગડી ગુમ થવા બાબતે બાળકના પિતા પર આક્ષેપ થયો હતો . આક્ષેપ કરનાર મહીલા ખોટી ઠરતા તેણીના પતિએ જાહેરમાં થપ્પડ મારી હતી . બાળકની માતા અને પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો . ઝઘડાની અદાવત રાખી પાડોશી મહિલાએ બાળકને ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો . તારાપુર પોલીસે માસૂમ બાળકની હત્યાનો પ્રયાસ કરનાર મહીલા વિરુદ્ધ ગુનો નોંધ્યો . સાત વર્ષના માસૂમ આયુષ ઉર્ફે યશની હત્યાનો પ્રયાસ કરાયો હતો . આરોપી હેતલબેન રાજુભાઈ પટેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola