Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યા
Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યા
વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલમાં નવો વળાંક. કારની અંદર સળગી ગયેલ માનવકંકાલ વિરમપુર ના રેવાભાઇ મોહનભાઇ ગમિતિનો હોવાનો ઘટસ્ફોટ. ભગવાનસિંહ રાજપૂતે તેની હોટલમાં મજૂરી કામ માટે લાવેલા રેવાભાઇ ની હત્યા કરાવી તેના જ મૃતદેહને કાર સાથે સળગાવી દીધો હોવાનું ખુલ્યું. પોતાની હોટલ પર લીધેલી લોનનો વીમો પાસ કરાવવા ભગવાનસિંહએ રચ્યું હતું તરકટ. પોલીસે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) રહે.ઢેલાણા, મહેશજી નરસંગજી મકવાણા રહે.ઢેલાણા, ભેમાજી ભીખાજી રાજપુત રહે.ઘોડીયાલ,સેધાજી ધેમરજી ઉર્ફ ધીરાજી ઠાકોર રહે.ઘોડીયાલ, દેવાભાઈ લલ્લુભાઇ ગમાર રહે.ખેરમાળ તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ,સુરેશભાઈ બાબુભાઈ બુંબડિયા રહે.વેકરી તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ સામે નોંધાયો ગુનો. પોલીસે 5 શખ્સોની અટકાયત કરી તો મુખ્ય સૂત્રધાર ભગવાનસિંહ પોલીસ પકડથી દુર.