Bhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચાર

Bhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચાર 

અરવલ્લીમાં મંત્રી પુત્રો દ્વારા મારામારીના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આખરે ૮ દિવસ બાદ ફરિયાદીએ નોંધાવી ફરિયાદ. મંત્રી ભીખુસિંહ પરમારના બે પુત્રો સહિત ૬ લોકો સામે પોલીસ ફરિયાદ . અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલ સામે પણ પોલીસ ફરિયાદ . મંત્રી પુત્ર રણજીતસિંહ પરમાર અને કિરણસિંહ સામે પોલીસ ફરિયાદ . ફરિયાદી જૈમિન ત્રિવેદીને માર મારવાનો વીડિયો થયો હતો વાયરલ . મંત્રી પૌત્રને માર મારવા મામલે લીધો હતો બદલો. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોધાઈ ફરિયાદ.


મંત્રી ભીખુસિંહના પુત્રોની ગુંડાગર્દી મામલે ABP અસ્મિતાના અહેવાલની અસર. પોલીસે છેવટે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી શરૂ. જાહેરમાં યુવક પર ધોકા લઈને તૂટી પડેલા ભીખુસિંહના પુત્રો સહિત વીડિયોમાં માર મારતા દેખાઈ રહેલા તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ . અરવલ્લી પોલીસે જેલમાં પહોંચી ભોગ બનનાર યુવકનું લીધું નિવેદન. ભોગબનનાર યુવક અન્ય ગુનામાં છે જ્યુડિશિયલ કસ્ટડીમાં.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola