Chhota Udaipur Girl Murder Case : છોટાઉદેપુરમાં બાળકીની બલી મામલે પોલીસનો યુટર્ન

Chhota Udaipur Girl Murder Case : છોટાઉદેપુરમાં બાળકીની બલી મામલે પોલીસનો યુટર્ન

તાંત્રિક વિધિમાં બાળકી રીતા તડવીની બલિ ચઢાવવા મામલે પોલીસનો ખુલાસો . પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈ હત્યા થઈ હોવાનો પોલીસનો ઈનકાર . આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી, તેમ પોલીસે જણાવ્યું હતું. બાળકીના પિતાએ આરોપીની બહેનની હત્યા કરી હોવાનું આરોપી પોતાના મનમાં માનતો હતો . જો મેં હકીકતમાં આરોપીની બહેનો જીવિત છે.

પાણેજ ગામમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે. અહીં એક આધેડ ભૂવાએ તાંત્રિક વિધિના નામે પાંચ વર્ષની માસૂમ બાળકીની ક્રૂરતાથી હત્યા કરી નાખી. આરોપી, જેની ઓળખ લાલુ હિંમત તડવી તરીકે થઈ છે, તેણે તમામ માનવમર્યાદાઓ ઓળંગીને પાંચ વર્ષની બાળકીને તેના ઘરની સામેથી જ ઉપાડી જઈને આ ભયાનક કૃત્ય આચર્યું હતું.

ઘટનાની વિગતો અનુસાર, લાલુ તડવી નામનો ભુવા બાળકીને તેના ઘરમાં લઈ ગયો, જ્યાં તેણે ગુપ્ત વિધિઓ કરી અને ત્યારબાદ કુહાડી જેવા ધારદાર હથિયારથી બાળકીનું ગળું કાપીને તેની બલી ચઢાવી દીધી. આ કૃત્યથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પરંતુ આ ભયાનકતા અહીં અટકી ન હતી. બાળકીની બલી ચઢાવ્યા બાદ, આ ભુવાએ મૃત બાળકીના નાના ભાઈને પણ બલિ આપવા માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સદનસીબે, ગામના લોકોએ આ ભુવાના ઈરાદા પારખી ગયા અને તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને તેના પંજામાંથી બચાવી લીધો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola