Ahmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?

Continues below advertisement

Ahmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?

અમદાવાદમાં ગુંડા તત્વોનો આતંક: મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીની સૂચના આપી. અમદાવાદમાં ગુંડા તત્વો જે રીતે બેફામ થઈ રહ્યા છે અને ગુંડાતત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો, તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે અમદાવાદની અંદર અસામાજિક તત્વોની સર્વિસ નક્કી છે. આ દ્રશ્યો ચાણક્યપુરી વિસ્તારના છે. અમદાવાદની અંદર જે ગઈકાલે રાત્રે આતંક ફેલાયો અને આતંકવાદ મોડે મોડે પોલીસ દોડતી થઈ છે. સરકારની સૂચના પછી અને પોલીસનું નાક કપાયા પછી પોલીસ અધિકારીઓ દોડતા થયા છે. 

મોડી રાત્રે જે અધિકારીઓ પોતાના ઘેર પહોંચ્યા હતા, તેમને પરત બોલાવાયા છે. અને સૂચના અપાઈ છે કે તલવાર ધોકા લઈને દોડનાર અને આતંક મચાવનાર તમામ આરોપીઓને પકડો. સવારે પીઆઈ તરફથી એમ કહેવામાં આવ્યું છે, પોલીસ કહે છે કે બે આરોપીઓને પકડાયા છે. પણ જે જાણકારી છે, એ પ્રકારે બીજા આરોપીઓ પણ પકડાયા છે. એટલું જ નહીં, આ આરોપીઓની સર્વિસ કરવાનું પણ સૂચના આપી દેવામાં આવી છે. સવાલ એ પણ છે, હવે પોલીસ જે કરવાની હોય એ કરે, પણ ગઈકાલે પોલીસ સદંતર નિષ્ફળ હતી. ગઈ કાલે અડધો કલાક સુધી આતંક મચેલો. તલવારબાજી થઈ, ધોકા લઈને લોકો નીકળ્યા, પથ્થરબાજી કરાઈ અને મોઢે મોઢે પોલીસે કાર્યવાહી કરી. સાથે જ દારૂ પકડાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram