Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો
Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો
વલસાડમાં યુવતની દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ સીસીટીવીને આધારે આરોપીને પકડવા પ્રયાસ કરી રહી છે. જોકે, હજુ સુધી આરોપી પોલીસની પકડમાં આવ્યો નથી. અને સતત જગ્યાએ બદલી રહ્યો છે.
વલસાડ જિલ્લાના મોતીવાડા ખાતે એક યુવતી પર થયેલ દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરવાના મામલે લોકોની અને વિદ્યાર્થીઓ ની એકકજ માંગ છે કે આરોપી જ્યારે પણ પકડાય....એને કડકમાં કડક સજા મળવી જોઈએ અને દાખલો બેસવો જોઈએ કે ફરી આવું દુષ્કૃત્ય કોઈ ના કરે.
વલસાડના મોતીવાડા ખાતે બનેલ ઘટનાને લઈને વલસાડની વિદ્યાર્થીનીઓએ અને વલસાડના cwc ના પૂર્વ ચેરમેને એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે નહીં તો કાલે પોલીસ આરોપીને ચોક્કસથી પકડી તો લેશે જ પરંતુ આરોપી પકડાઈ ગયા બાદ તેની સજા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એ રીતે થવી જોઈએ કે રોજે રોજ લોકો સુધી એની અપડેટ જવી જોઈએ અને ફાંસીથી ઓછી કોઈ જ સજા એના માટે ન હોવી જોઈએ જેથી કરીને દાખલો બેસે કે કોઈપણ યુવતી સાથે આવું કૃત્ય કરવું કેટલું ભારે પડી શકે છે આ સાથે વલસાડની કોલેજની વિદ્યાર્થીનીઓએ યુવતીના ઘરે મુલાકાત પણ લીધી છે અને તેઓએ જાણ્યું છે કે આ યુપી લોકોને મહેંદી મૂકીને પોતાના ઘરનું ભરણ પોષણ પૂરું કરતી હતી અને પોતાની ટ્યુશન ફી અને અન્ય જરૂરિયાતો પણ પૂરી કરતી હતી હાલ તેની સાથે બનેલ આ ઘટનાને કારણે તેના ઘરના અન્ય સભ્યો પર પણ આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઇને અલગ અલગ કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે મળીને પરિવારને મદદ કરવા માટેના પણ પ્રયાસો શરૂ કર્યા છે