Narmada Crime | નર્મદાના ગરુડેશ્વરમાં 2 યુવકોના મોતને લઈ રાજનીતિ તેજ, જુઓ અહેવાલ

Continues below advertisement

ટ્રાયબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોના માર મારવાની ઘટના.  આજે રાજ્ય કક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડીંડોર,સાંસદ મનસુખ વસાવા, નાંદોદ ના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી સહિત નું પ્રતિનિધિ મંડળ કેવડિયા અને ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા.  ટ્રાઇબલ મ્યુઝિયમ ની અંદર ત્રણ  દિવસ પહેલા ત્યાં કામ કરતી એજન્સીના માણસો દ્વારા બે સ્થાનિક આદિવાસી નિર્દોષ  યુવકોને ઢોર માર મારતા તેઓના કરુણ મોત નિપજ્યા હતા . પોલીસે ડબલ મર્ડર ગુનો નોંધી હાલ છ આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ આ મુદ્દે રાજકીય  ગરમાટો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર ના એક બાદ એક મંત્રી એ પણ આ બંને પરિવાર ની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ૧૩ ઓગસ્ટ ના રોજ મરણ જનાર બંને યુવાનો ને  શ્રદ્ધાંજલિ નો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે રાજ્ય સરકારના મંત્રી દ્વારા રૂબરૂ જઈને ત્યાં સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. સાંસદને મંત્રીએ કહ્યું કે આ ઘટનાને રાજકીય મુદ્દો ન બનાવવવો જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram