પંચમહાલ: ગોધરામાં 16 લાખની જૂની ચલણી નોટો સાથે બે ઈસમો ઝડપાયા, જુઓ વીડિયો

પંચમહાલમાં જૂની રદ્દ થયેલ ચલણી નોટો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. ગોધરાના સાતપુલ પાસે 16.61 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે બે ઈસમો ઝડપાયા હતા. ઍક હજાર દર ની 561500 દરની 2200 જૂની ચલણી નોટો પોલીસે લીધી કબ્જે કરી હતી.  ઝડપાયેલ ઈસમો ઘોઘંબા તાલુકાના વતની હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલ આરોપી પૈકી ઍક ધનરાજ નરેન્દ્ર પરમાર જિમ ટ્રેનર અન્ય ઍક કેતન મુળજી ચાની લારી ચલાવે છે. આ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola