હું તો બોલીશઃ પી.વી.એસ શર્માએ સુરતમાં પાંચ હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો
સુરત ભાજપના નેતાએ ઈંનકમ ટેક્સ અધિકારી, જ્વેલર્સ, બિલ્ડર્સ અને સીએ સામે મોરચો માંડ્યો હતો. ભાજપના નેતા પી.વી.એસ શર્માએ નોટબંધી સમયે પાંચ હજાર કરોડ રૂપિયાના ટેક્સની ગોબાચારી થયાનો આરોપ લગાવ્યો હતો. પૂર્વ ઈંનકમ ટેક્સ અધિકારી અને ભાજપના નેતા પી.વી.એસ શર્માએ આરોપ લગાવ્યો હતો કે નોટબંધી સમયે સુરતમાં હજારો કરોડનું કાળું નાણું સફેદ કરવામાં આવ્યું.