Surendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ
Surendranagar Murder Caase : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામે કાકાના દીકરાને ઠપકો આપવા જતા કાકાના દીકરા દ્વારા મોટા બાપુના દીકરાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ગઈકાલે નટવરગઢ ગામે સરપંચનો પુત્ર બાળકોને સ્કૂલમાં તોફાન કેમ કરો છો તે બાબતે તેના કાકાના દીકરાને ઠપકો આપતા સગીર વયના આરોપીએ ઉસ્કેરાઈ જઈ મોટા બાપુ અને તેના પુત્ર ઉપર હુમલો કરતા બનાવવા બે જણાને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે સરપંચના પુત્રનું આ બનાવવા મૃત્યુ થયું છે.
લીંબડી તાલુકાના નટવરગઢ ગામે ગઈકાલે સાંજના સમયે નટવરગઢ ના સરપંચ અને તેના પુત્ર દ્વારા તેમના જ કાકાના દીકરા અને સરપંચના મોટાભાઈ ના ઘરે તેના બાળકને ઠપકો આપવા ગયેલ જ્યાં ઠપકો આપતા બાળક ઉશ્કેરાઈ જતા બાળકે ઘરમાંથી છરી લાવી અને મોટા બાપુના દીકરા ઉપર છરી વડે હુમલો કરતા સારવાર દરમિયાન આદર્શ જીવણભાઈ કાળીયા ઉંમર વર્ષ 23 નું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે સરપંચ ઝીણાભાઈ કાળીયાને પણ ગંભીર ઇજઓ પહોંચતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્યને પણ નાની મોટી ઈજાઓ તથા તેમને પર સારવાર હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.