સુરેન્દ્રનગર પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધી કરી અટકાયત, જુઓ વીડિયો
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઇ.જી સહિત જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ૬ શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરી હતી. હત્યા, ગેંગરેપ, અપહરણ, ગેરકાયદેસર હથિયાર, ખંડણી, લૂંટ, ધાડ, હાઈવે ચોરી સહીતના અનેક ગુનાઓ આચરતી ગેંગના ૬ શખ્સો સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.