તાપીના જિલ્લા શિક્ષણાધિકારી સાત લાખની લાંચ લેતા ઝડપાયા, જુઓ વીડિયો
Continues below advertisement
તાપી જિલ્લા શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇંચાર્જ તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલે વીરપુર ગામમાં આવેલી વિદ્યાકુંજ શાળાની માન્યતા રદ ન કરવા માટે લાંચ માંગી હતી પરંતુ ACBની ટીમે છટકું ગોઠવી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલને ઝડપી પાડ્યા હતા. સાથે જ ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરાઇ હતી.લાંચ માંગનાર શિક્ષણાધિકારી અને લાંચ લેવા આવનાર કલાર્ક વિરુદ્ધ ગુનો નોંધી એસીબીએ તપાસ હાથ ધરી હતી. આ મામલે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે જેમાં અધિકારી ફરિયાદીને 8 લાખ હમણાં આપી દેવા અને પછી બે લાખ આપવાની વાત કરી રહ્યા હોવાનો દાવો કરાયો છે. હાલ તો ટેલિફોનિક અને વિડિયોના આધારે તપાસ શરૂ કરાઇ હતી.
Continues below advertisement