રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં 10 વાગ્યા સુધીમાં  24 ટકા મતદાન

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ચાણક્ય ભવન ખાતે મતદાન ચાલી રહ્યું છે. બપોરે બે વાગ્યા સુધી મતદાન ચાલશે. ચાણક્ય ભવનના બે અલગ-અલગ રૂમમાં જિલ્લા પ્રમાણે મતદાન થઈ રહ્યું છે. પ્રમુખ અને મહામંત્રી પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 33 જિલ્લાના 501 મતદારો પ્રમુખ અને મહામંત્રીની ચૂંટણીમાં મતદાન કરશે. પાંચ મતદારોથી વધુ સંખ્યામાં નહીં અને માસ્ક,સેનેટાઈઝેશન સહિત કોરોનાના નિયમો સાથે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદારો મતદાન દરમિયાન મોબાઈલ સાથે નહીં રાખી શકે. 501 મતદારો પૈકી ગીરસોમનાથના 9 અને બનાસકાંઠા જિલ્લાના 33 મતદારોના મત કોર્ટના આદેશ મુજબ અલગ મતદાન પેટીમાં કરાશે. આ 42 મતની ગણતરી કૉર્ટના આદેશ મુજબ કરવામાં આવશે. ગીરીશભાઈ પટેલ અને દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્રકુમાર ગોહિલ અને સતીષભાઈ પટેલે મહામંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી છે. બપોરે ત્રણ વાગ્યા બાદ મતગણતરી હાથ ધરાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola