Congress Meeting | કોણ બનશે વિપક્ષના નેતા? | રાહુલ ગાંધીના નામ પર લાગશે મહોર?

Congress Meeting | આજે દિલ્લી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. સોનિયા ગાંધી નેતા વિપક્ષની પસંદગી કરવામાં આવશે. રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવાય તેવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ રાજ્યસભામાં નેતા વિપક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે બની રહેશે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. મુર્મુએ મોદીને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને 293 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola