રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મતગણતરી શરૂ, 501 મતદારોમાંથી 497 મતદારોએ કર્યું મતદાન

Continues below advertisement
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. 501 મતદારો પૈકી 497 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી શરૂ થઇ છે.  પ્રમુખ અને મહામંત્રીના પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. પ્રમુખ પદે ગીરીશભાઈ પટેલ અને દિગ્વિજયસિંહ જાડેજાએ ઝંપલાવ્યું છે. તો મહામંત્રી પદે નરેંદ્રકુમાર ગોહિલ અને સતીષભાઈ પટેલે દાવેદારી નોંધાવી છે. મતદાન મથક 1 પરની ગણતરીમાં નરેન્દ્ર ગોહિલના 121 અને સતિષભાઈના 132 મત પડ્યા છે હવે બીજા મથકની પેટી ખોલવામાં આવશે. કૉર્ટના આદેશ મુજબ ગીર સોમનાથના 9 અને બનાસકાંઠા જિલ્લાના 33 મતદારોના મત અલગ પેટીમાં રાખવામાં આવ્યા છે. કૉર્ટના હુકમ બાદ અલગ મતપેટીમાં રખાયેલા મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram