Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન

Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન

Maharashtra Election Result: મહારાષ્ટ્રના  મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે આ એક મોટી જીત છે. શિંદેએ કહ્યું કે અમને તમામ વર્ગોના મત મળ્યા છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. સીએમ શિંદેએ કહ્યું કે તેઓએ અમને એવી જીત અપાવી છે જે પહેલા ક્યારેય નથી થઈ જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે છે ત્યારે વિકાસ થાય છે. કેન્દ્ર સરકારે હંમેશા અમારા રાજ્યને મદદ કરી છે.

મુખ્યમંત્રીના પદ પર પણ વાત કરી 

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું કે જેમની પાસે વધુ બેઠકો હોય તેમને સીએમ પદ આપવામાં આવશે તે અંગે કોઈ વાત નથી થઈ. હવે અંતિમ પરિણામો આવવા દો. આ પછી ત્રણેય પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે. પીએમ મોદી છે, જેપી નડ્ડા છે, આપણે બધા સાથે મળીને નિર્ણય કરીશું. એકનાથ શિંદેએ કહ્યું કે જે રીતે મહાયુતિએ એક થઈને ચૂંટણી લડી છે, તે જ રીતે બધા સાથે બેસીને સીએમ પદનો નિર્ણય કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola