Gujarat By-election Results: કરજણ બેઠક પર ભાજપના કાર્યકર્તાઓએ શરૂ કરી ઉજવણી
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 9354 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના જીતની સંભાવનાને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ઉજવણી કરવા લાગ્યા હતા.