Jharkhand Elections 2024: પહેલા તબક્કાની 48 બેઠકો માટે મતદાન શરૂ, જુઓ અપડેટ્સ

Continues below advertisement

ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 43 સીટો માટે 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 38 સીટો માટે 20 નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્રની સાથે 23મી નવેમ્બરે ચૂંટણીના પરિણામો આવશે. ઝારખંડમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે. મતદાન સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. જો કે, 950 બૂથ એવા છે જ્યાં મતદાનનો સમય માત્ર 4 વાગ્યા સુધીનો રહેશે.

પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટે 15344 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ન્યાયી, પારદર્શી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 683 ઉમેદવારો મેદાનમાં રહેશે. જેમાં 73 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની 43 વિધાનસભા બેઠકોમાંથી 17 સામાન્ય છે, જ્યારે 20 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 6 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram