Modi Govt 3.0 | NDAની જ બનશે સરકાર | નીતિશ કુમાર - ચંદ્રાબાબુ નાયડુએ જાહેર કર્યું સમર્થન
Lok Sabha Election Results 2024: વડાપ્રધાન હાઉસમાં એનડીએની બેઠક શરૂ થઈ ગઈ છે. અનુપ્રિયા પટેલ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ, જયંત ચૌધરી, એકનાથ શિંદે સહિત ઘણા નેતાઓ ભાગ લેવા આવ્યા હતા. પીએમ હાઉસમાં એનડીએ સરકારની રચના અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ રહી છે. શિવસેના, LJP, JDS, RLD, જનસેના, UPPL, HAM, ZPM, SKM, અપના દળ, AGP, AJSU, NCP, TDP અને JDUના નેતાઓ આ બેઠકમાં પહોંચ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે NDA દળના નેતાઓ સરકાર રચવાનો દાવો કરવા માટે આજે રાષ્ટ્રપતિને મળવા જઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને પ્રફુલ પટેલ રાષ્ટ્રપતિ ભવન જઈ શકે છે. જયંત ચૌધરી, અનુપ્રિયા પટેલ પણ તેમની સાથે જઈ શકે છે.
નરેન્દ્ર મોદીએ બુધવારે (5 જૂન) પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમને કાર્યકારી વડાપ્રધાન તરીકે રહેવા કહ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ રાજીનામું આપતા જોવા મળી રહ્યા છે. PM મોદીએ દિલ્હીમાં NDAની બેઠક પહેલા રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.