ધારી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને શું કહી રહ્યા છે બગસરાના લોકો?
ધારી-બગસરા પેટા ચૂંટણીને લઈને બગસરાના અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે ABP અસ્મિતાએ વાતચીત કરી હતી. જેમાં લોકોએ પેટાચૂંટણીને લઇને પણ વાત કરી હતી. લોકોએ કહ્યું કે, બગસરામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. રોડ અને રસ્તા બનાવવા ખૂબ જ જરૂરી છે. કોરોનાની મહામારી ને લઈને નેતાઓ મેળાવડાઓ કરે છે તેમને કેમ કોઈ દંડ નહીં.. ચૂંટણીમાં નેતાઓ માત્ર વગર પણ ફરે છે કેમ કોઈ દંડ નહીં. સામાન્ય લોકો પાસેથી દંડ ઉઘરાવતી પોલીસ નેતાઓ પાસે જઈને દંડ ઉઘરાવે.