PM Modi oath ceremony | નરેન્દ્ર મોદીએ લીધા વડાપ્રધાન પદના શપથ, સતત ત્રીજી વાર બન્યા PM

PM Modi oath ceremony | નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા.  રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનઉથી નવા ચૂંટાયેલા સાંસદ છે. ભાજપના નેતા અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. તેઓ ગુજરાતમાં ચાર વખત ધારાસભ્ય રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી સતત બીજી વખત સાંસદ બન્યા. ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola