Lok Sabha Election Result 2024: કોંગ્રેસના કે.એલ શર્માએ આંચકી અમેઠી લોકસભા બેઠક, સ્મૃતિ ઈરાની હાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. I.N.D.A ગઠબંધનના ઉમેદવાર કિશોરી લાલ શર્મા અમેઠીથી જીત્યા છે. એક તરફ કોંગ્રેસના કાર્યકરો કિશોરી લાલની જીતનો જશ્ન મનાવી રહ્યા છે. તેમના પરિવારમાં પણ ઉજવણીનો માહોલ છે. તેમના પરિવારના સભ્યોએ આ જીતનો શ્રેય અમેઠીના લોકોને આપ્યો. પરિવારના સભ્યો ખૂબ જ ભાવુક બની ગયા હતા.
ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે, જ્યા અમેઠી લોકસભા બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ હરાવ્યા છે. જણાવી દઇએ કે, આ બેઠક માત્ર યુપીની જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી હોટ બેઠકોમાંથી એક છે. ભાજપની સ્મૃતિ ઈરાની ફરી એકવાર અહીંથી મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક પરથી કિશોરી લાલ શર્માને ઉતાર્યા હતા. આ હોટ સીટ પર કોંગ્રેસ પાર્ટીએ મોટો અપસેટ સર્જ્યો છે. આ સીટ પરથી સ્મૃતિ ઈરાનીને હાર મળી છે જ્યારે કોંગ્રેસના કિશોરી લાલ શર્માને 1.5 લાખ મતોથી જીત મળી છે.