શું રાજકુંદ્રાની એપ Hotshotsએ આ સેલિના જેટલીને આપી હતી ઓફર, સામે આવી આ હકીકત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઇને રોજ નવા-નવા ખુલાસા સામે આવી રહયાં છે. હાલ એવો પણ ખુલાસો સામે આવ્યો છે કે, રાજકુંદ્રાની એપ Hotshotsએ ફિલ્મ 'નો એન્ટ્રી'ની એક્ટ્રેસ સેલિના જેટલીને અપ્રોચ કર્યો હતું. જો કે આ મુદ્દે સેલિના જેટલી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. સેલિના જેટલીના પ્રવકતાએ કહ્યું કે, એ વાત સાચી છે કે, એક્ટ્રેસ સેલિના જેટલીને ઓફર હતી પરંતુ રાજકુંદ્રાની એપ Hotshots માટે નહી પરંતુ શિલ્પા શેટ્ટીની એપ JL Streams માટે ઓફર હતી. જો કે સેલિના જેટલીએ શિલ્પા શેટ્ટીની એપ JL Streams માટેની ઓફરને વ્યક્તિગત કારણોને કારણે ન હતી સ્વીકારી, શિલ્પા અને સેલિના સારા મિત્રો છે. જેના કારણે શિલ્પાએ તેની એપ માટે અપ્રોચ કર્યું હતું શિલ્પાએ સેલિના જેટલિ સિવાય અન્ય એક્ટ્રેસને પણ તેમની એપમાં કામ કરવાની ઓફર કરી હતી. તો સેલિનાના સ્પોકન મેન મુજબ રાજુ કુંદ્રાની એપ સાથે તેનો કોઇ સંબંધ નથી.