Attack On Saif ali Khan: અભિનેતાનું સફળ ઓપરેશન, ત્રણ લોકોની પૂછપરછ; જાણો કેવી રીતે બની આખી ઘટના?

મુંબઈ પોલીસ ડીસીપીએ આ મામલે જણાવ્યું હતું કે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયો હતો. અભિનેતા અને તે વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અભિનેતા ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગઈકાલે રાત્રે છરીથી હુમલો થયો હતો, જેમાં તે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘૂસી ગયો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર હુમલો કર્યો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને  સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે લીલાવતી હોસ્પિટલમાં તેમનું સફળ ઓપરેશન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે અને હાલમાં એક્ટરની હાલત સ્થિર છે. 

  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola