Saif Ali Khan attacked news : સૈફ અલી ખાન પર હુમલાથી બોલીવૂડમાં ફફડાટ , કોણે શું કહ્યું?

Saif Ali Khan attacked news : સૈફ અલી ખાન પર હુમલાથી બોલીવૂડમાં ફફડાટ , કોણે શું કહ્યું?

Saif Ali Khan Attack: અભિનેતા સૈફ અલી ખાનને ગંભીર હાલતમાં લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે પ્રવેશ્યો હતો. આ દરમિયાન તેમના પર ધારદાર છરીથી હુમલો કરવામાં આવ્યો. હવે અભિનેતાની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ પણ આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. હવે પોલીસ અને હૉસ્પિટલ પ્રશાસને આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. અભિનેતાની ટીમે આ સંબંધિત માહિતી પણ શેર કરી છે. આ ઘટના રાત્રે લગભગ 2.30 વાગ્યે બની હોવાનું કહેવાય છે.

સૈફ અલી ખાન પર હુમલો થતાં બોલીવૂડમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે ઉર્વશી રોતૈલા, કરિશ્મા તન્ના સહિત સેલિબ્રિટીએ ચિંતા વ્યક્ત કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola