Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

Continues below advertisement

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જીવતો મારવાની ધમકી આપનાર આરોપીની બુધવારે (6 નવેમ્બર) કર્ણાટકના હાવેરી શહેરમાં ધરપકડ કરવામાં આવી. પોલીસ અનુસાર, આરોપીની ઓળખ રાજસ્થાન નિવાસી ભીખારામ ઉર્ફ ​વિક્રમ, જલારામ બિશ્નોઈના પુત્ર તરીકે થઈ છે. જાલોર જિલ્લાનો રહેવાસી 32 વર્ષીય ભીખારામ દોઢ મહિના પહેલા જ મજૂરી માટે હાવેરી શહેર આવ્યો હતો. તે અહીં મજૂરો સાથે એક ઓરડામાં રહે છે અને ગ્રિલનું કામ કરે છે. આનાથી પહેલા તે કહીં બીજે કામ કરતો હતો.

આરોપીએ સલમાને ધમકી આપતા પોતાને લોરન્સ બિશ્નોઈનો ભાઈ જણાવ્યો હતો. જોકે, હાલની તપાસમાં તેનો લોરન્સ સાથે કોઈ આંતરિક સંબંધ સામે નથી આવ્યો. માહિતી મુજબ, સલમાન ખાનની ઓફિસમાં ફોન કરીને મારી નાંખવાની ધમકી આપીને આરોપીએ કહ્યું હતું કે, "સલમાન ખાને બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગે અથવા બે કરોડની ખંડણી આપે."

Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram