Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'

Salman Khan Death Threat: બૉલીવૂડ એક્ટર સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈના નામે ફરી ધમકી મળી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છે અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અથવા 5 કરોડ રૂપિયા આપવા જોઈએ. જો આમ ના કરવાથી તને મારી જાનથી નાખીશું, અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, તેમને આ ધમકીભર્યા મેસેજ વિશે ગઈકાલે (સોમવારે) જાણ થઈ, જ્યારે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા અધિકારીએ અડધી રાત્રે તેને વાંચ્યો. પોલીસ હાલમાં ધમકી આપનારા વ્યક્તિને શોધી રહી છે.

થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બૉલીવૂડના સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માંગણી કરતા અનેક વૉટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola