Shah Rukh Khan | કેડી હોસ્પિટલમાં દાખલ કિંગ ખાનને કરાયા ડિસચાર્જ... જુઓ લેટેસ્ટ અપડેટ્સ
Continues below advertisement
બોલિવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતાને ગઈકાલે (બુધવાર) બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહરૂખને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ડિસ્ચાર્જ બાદ હવે કિંગ ખાન ચાર્ટડ પ્લેનમાં અમદાવાદથી મુંબઈ જશે..
શાહરૂખ ખાનના સ્વાસ્થ્યને લઈને હાલમાં જ તેની મેનેજર પૂજા દદલાનીએ અપડેટ આપી હતી. કિંગ ખાનના મેનેજરે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લખ્યું કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પૂજાએ લખ્યું – હું શાહરૂખ ખાનના તમામ શુભેચ્છકો અને ચાહકોને જણાવવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા સારી છે. તમારા બધા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર.
Continues below advertisement