રાજ કુંદ્રા રેકેટ: વેબસીરિઝમાં કામ આપવાનું પ્રલોભન આપીને ઓડિશનના બહાને બનતી હતી અશ્લિલ ફિલ્મ
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાના બહાને યુવા અને જરૂરિયાતમંદ મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવે છે. આ કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા પણ સામેલ છે. આપને જણાવી દઇએ કે, આ મામલે 4 ફેબ્રુઆરીએ રાજ કુંદ્રા સામે માલવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે રાજ કુંદ્રાની પણ ધરપકડ કરાઇ છે. સમગ્ર ઘટના વિશેની વાત કરીએ તો પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાના બહાને યુવા અને જરૂરિયાતમંદ મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવે છે. આ વીડિયો તેઓ અશ્લિલ સાઇટ અને મોબાઇલ એપ પર ડાઉનલોડ કરે છે અને તગડી કમાણી કરી છે. ઉલ્લેખનિય છે કે આ મામલે રાજકુંદ્રાનું નામ પણ સામે આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે,લોકડાઉનમાં આ બિઝનેસનું ચલણ વધ્યું હતું અને ખૂબ વીડિયો બનાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, રાજ કુંદ્રા વિરૂદ્ધ પુરતા પુરાવા છે.આ મામલે બીજા મોટા નામ પણ સામે આવી શકે છે.