
TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?
TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?
ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં વારંવાર કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એવા સમાચાર વહેતા થયા કે શોમાં જેઠાલાલનું પાત્ર ભજવનારા અભિનેતા દિલીપ જોશી અને નિર્માતા અસિતકુમાર મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જો કે દિલીપ જોશીએ સ્પષ્ટતા કરી છે કે આ સમાચારો સત્યથી વેગડા છે. દિલીપ જોશીએ સ્પષ્ટતા કરી કે મીડિયામાં મારા અને અસિતભાઈ વિશે કેટલીક ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. આવી વાતો કહેતા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે. વધુમાં કહ્યું કે તારક મહેતા કા ઉલટા ચશ્મા એક એવો શો છે, જે મારા અને લાખો ચાહકો માટે ઘણો અર્થપૂર્ણ છે અને જ્યારે લોકો પાયા વિહોણી અફવાઓ ફેલાવે છે, ત્યારે તે માત્ર અમને જ નહીં પરંતુ અમારા વફાદાર દર્શકોને પણ દુઃખ પહોંચાડે છે. ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં વારંવાર કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે.