Dahod MGNREGA Scam: બે પુત્રોની ધરપકડ બાદ પ્રથમ વખત બોલ્યા સરકારના મંત્રી બચુ ખાબડ

રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ પોતાના દિકરાઓની ધરપકડ અને મનરેગા કૌભાંડ મુદ્દે પ્રથમ વખત બોલ્યા છે.  બે પુત્રોની ધરપકડ બાદ રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડે પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું છે. કૉંગ્રેસ બદનામ કરવાનો પ્રયાસ કરતી હોવાનો મંત્રી બચુ ખાબડે દાવો કર્યો છે.
 
મંત્રી બચુ ખાબડે કહ્યું કે,  કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા આરોપો લગાવે છે.  બંને પુત્રો નિર્દોષ હોવાનો બચુ ખાબડનો દાવો. મારા પુત્રોની માત્ર સપ્લાય એજન્સી છે. મારા બંને પુત્રો તપાસમાં સહકાર આપશે. લેબર કામ માટે અમારી એજન્સીને કોઈ ઓર્ડર અપાયો નથી. કૉંગ્રેસ દર વર્ષે મારા સામે આવા આરોપો લગાવે છે. 

શું હતો સમગ્ર કેસ  ?
 
નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola