Hu to Bolish | હું તો બોલીશ | પરીક્ષાની સિસ્ટમ લીક!

NEET-UG પેપરલીક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે NEET-PGની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી...રાતોરાત પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા આજે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા...જ્યાં તેમને ખબર પડી કે પરીક્ષા રદ થઈ છે....રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ મારફતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે NEET-PGની પ્રવેશ પરીક્ષા આયોજીત કરવામાં આવે છે....પરીક્ષા મોકૂફ રાખવા અંગે માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની અખંડિતતા અંગેના આક્ષેપોની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને NEET-PG પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાઓની મજબૂતાઈનું સંપૂર્ણ મૂલ્યાંકન કરાશે...અન પ્રવેશ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે....

તો બીજી તરફ NEET UG પરિણામમાં ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોની આજે બપોરે 2 વાગ્યે રિ-એક્ઝામ લેવામાં આવી....આ પરીક્ષા 813 વિદ્યાર્થીઓએ આપી જ્યારે 750 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા...આ પરીક્ષાનું પરિણામ 30 જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે....સુધારેલા પરિણામ જાહેર થયા પછી, કાઉન્સેલિંગ પ્રક્રિયા 6 જુલાઈથી શરૂ થશે....અગાઉ, NEET-UG પરીક્ષાના વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહને શનિવારે રાત્રે 9 વાગ્યે હટાવ્યા અને પ્રદીપ સિંહ ખારોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા...બીજી તરફ, કેન્દ્રએ NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ CBIને સોંપી દીધી છે....CBI આ કેસની તપાસ માટે બિહાર અને ગુજરાત આવી શકે છે....

 

NTAએ 9 દિવસમાં 3 મોટી પરીક્ષાઓ કરી રદ.....નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 12 જૂને યોજાવાની હતી...કેટલાક કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ દોઢ કલાક સુધી લોગઈન ન કરી શકવાને કારણે 12 જૂને જ પરીક્ષા રદ કરવામાં આવી....આ ઓનલાઈન પરીક્ષા 29 હજાર વિદ્યાર્થીઓ આપવા પહોંચ્યા હતા...આ પરીક્ષા રદ થયાના 7 દિવસમાં 18 જૂને NTA મારફતે UGC NETની પરીક્ષા લેવામાં આવનારી હતી જે પ્રશ્નપત્ર લીક થતા રદ કરવામાં આવી....દેશભરમાંથી 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ UGC NETની પરીક્ષા આપી હતી....શિક્ષણમંત્રીએ કહ્યું કે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ટેલિગ્રામ પર લીક થઈ ચૂક્યું છે....UGC NETની પરીક્ષા લીક થયાના ચોથા દિવસે CSIR-UGC-NET મોકૂફ રાખવામાં આવી...વિજ્ઞાન પ્રવાહમાં મદદનીશ પ્રોફેસર અને પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટેની આ પરીક્ષા 25થી 27 જૂનની વચ્ચે લેવાની હતી....પણ લોજિસ્ટિક્સ મુદ્દાને ટાંકી પરીક્ષાની તારીખો મોકૂફ રાખવામાં આવી....

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola