Hu to Bolish | હું તો બોલીશ | કોણ બનશે મંત્રી?

Continues below advertisement

9 જૂને નરેન્દ્ર મોદી લેશે પ્રધાનમંત્રી પદની શપથ... આજે મોદી મળ્યા રાષ્ટ્રપતિને... રાષ્ટ્રપતિએ નવી સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. તો આ પહેલાં સંસદના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા... રાજનાથસિંહે પ્રધાનમંત્રીપદ માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો...અમિત શાહ... નીતિન ગડકરી અને ચંદ્રબાબૂએ સમર્થન કર્યું...

 

NDAના સંસદીય દળના નેતા ચૂંટાયા બાદ અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરાયા બાદ હવે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે મુલાકાત કરી હતી. સાંજે 6 વાગ્યે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, અહીં રાષ્ટ્રપતિએ તેમનું અભિવાદન કર્યું અને ભગવાન જગન્નાથની તસવીર સાથે તેમનું સ્વાગત કર્યું. જણાવી દઈએ કે, 9 જૂને સાંજે 7:15 વાગ્યે પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ શપથગ્રહણ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram