Hu to Bolish | હું તો બોલીશ | બેન પકડાવશે બુટલેગરોને?
કૉંગ્રેસે યોજ્યો જનમંચ કાર્યક્રમ અંબાજીમાં , જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપરાંત બનાસકાંઠાથી કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કૉંગ્રેસના નેતાઓ જોડાયા. અંબાજી તેમજ દાંતા તાલુકાના લોકોએ વિવિધ સમસ્યા મુદ્દે કૉંગ્રેસને રજૂઆત કરી. પ્રજાના આ પ્રશ્નો કૉંગ્રેસ વિધાનસભામાં ઉઠાવશે. આ અવસરે ગેનીબેન ઠાકોરે હુંકાર કર્યો કે, ગામમાં જ્યાં દારૂ વેચાતો હોય તેના નામ અને નંબર અમને મોકલી આપો. અમે સર્વે કરાવી યાદી ગૃહ વિભાગને મોકલીશું. માહિતી આપનારનું નામ ગુપ્ત રહેશે.
આ મહાશય છે દાહોદ તાલુકા યૂથ કૉંગ્રેસના પ્રમુખ સુનિલ બારિયા. જેઓ દારૂનો વેપલો કરતા ઝડપાયા. બાતમીના આધારે પોલીસે ઉસરવાણ ગામે સુનિલ બારિયાના ઘરે દરોડો પાડ્યો. આ સમયે તેના ઘરમાંથી વિદેશી દારૂ અને બીયરની 39 બોટલ મળી આવી. આરોપી સુનિલ બારિયા અગાઉ પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે. તો આ પહેલાં તે દાહોદમાં TRB જવાન તરીકે ફરજ બજાવતો... ત્યારે તે વાહનચાલકો પાસે પૈસા પડાવતો. ફરિયાદ થતાં જિલ્લા પોલીસવડાએ ગુનો દાખલ કરાવી. તેની હકાલપટ્ટી કરી.